ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે શું આગાહી કરી?

વીડિયો કૅપ્શન, ગુજરાતના આ જિલ્લાઓમાં આજે પડશે કમોસમી વરસાદ
ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે શું આગાહી કરી?

ગુજરાતમાં આગામી સમયમાં હવામાનમાં ફેરફાર થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે. તેમજ હવામાન પણ વાદળછાયું રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, આજે એટલે 31 ડિસેમ્બરે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણમાં વરસાદની શક્યતા છે.

આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી કરાઈ છે. આ તમામ જિલ્લામાં કેટલાંક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

આ સિવાયના જિલ્લામાં વરસાદની કોઈ આગાહી નથી એવું હવામાન વિભાગની વેબસાઇટ જણાવે છે.

જોકે હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. પણ કેટલાક વિસ્તારોમાં 31મી ડિસેમ્બરથી પહેલી, બીજી જાન્યુઆરી સુધી વાદળો દેખાય તેવી શક્યતા છે.

ગુજરાત હવામાન, બીબીસી ગુજરાતી, હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન