You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં કચરાનો નિકાલ કરતા લાખો સફાઈ કામદારોની કહાણી
પ્રતિદિન આપણાં શહેરોમાં પહાડ સર્જાય તેટલો કચરો ભેગો થાય છે, પરંતુ કચરાના નિકાલના આ કામ પાછળ ભારતના 15 લાખ જેટલા સફાઈ કામદારોની મહેનત હોય છે. તેમાંથી 98 ટકા કામદારો દલિત સમાજના છે.
ભારતના 15 લાખ સફાઈ કામદારો, 98% દલિતો, કચરા વ્યવસ્થાપનની અદૃશ્ય કરોડરજ્જુ છે. તેમાંથી, મુંબઈના સુનીલ યાદવે પોતાની નોકરીની સાથે પીએચ.ડી. અને કાયદાની ડિગ્રી મેળવીને પેઢીગત બેડીઓ તોડી દીધી છે.
દાદારાવ પાટેકર જેવા કૉન્ટ્રાક્ટ કામદારોએ કઠોર વાસ્તવિકતાઓનો સામનો કરવો પડે છે. ઘણી વાર મૂળભૂત સલામતીનાં સાધનો વિના, ટીબી જેવી બીમારીઓનું જોખમ રહે છે.
વેસ્ટ મેટર્સ શ્રેણીમાં મુંબઈનો આ અહેવાલ આપણને યાદ અપાવે છે કે આપણો કચરો વાસ્તવિક માનવ જીવન અને તેમના ગૌરવને કેવી રીતે અસર કરે છે.
પ્રસ્તુત વીડિયોમાં શહેરોમાં ખડકાતા કચરાઓને સાફ કરતા સફાઈ કામદારોની જિંદગીમાં ડોકિયું કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.
અહેવાલ : આશય યેડગે
શૂટ-ઍડિટ : દેબલીન રૉય
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન