અમદાવાદ ડિમોલિશન: જે મહિલાઓનાં ઘરો તોડી પડાયાં તેમણે સરકારને શું કહ્યું?
અમદાવાદના ઇસનપુર તળાવ વિસ્તારમાં મહાનગરપાલિકાએ ડિમોલિશન ડ્રાઇવ ચલાવી હતી.
સોમવારે સવાર સુધી અનેક લોકો પોતાનાં ઘરોમાં રહી રહ્યા હતા એ ઇસનપુર તળાવનો વિસ્તાર બપોર સુધીમાં તો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. ત્યાં એક પછી એક નાનાં–મોટાં તમામ મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં.
બીબીસીની ટીમ ત્યાં પહોંચી ત્યારે લોકો પોતાના તૂટેલાં મકાનમાંથી જે મળી શકે તે બચાવવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા.
કોઈ પતરાં, તો કોઈ દરવાજા, કોઈ બારીની જાળી, તો કોઈ તૂટેલી સગડી, કોઈ ઇલેક્ટ્રિક વાયર, તો કોઈ લાકડું જે બચી શકે એ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અનેક લોકો પોતાના ઘરના કાટમાળમાંથી આવી વસ્તુઓ બહાર કાઢતાં દેખાઈ રહ્યા હતા.
લગભગ 20 બુલડોઝર અને 500થી વધુ પોલીસકર્મીઓ સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઘણા લોકો પોતાનાં તૂટી રહેલાં ઘરમાંથી જે શક્ય હોય તે બચાવવા દોડતા પણ દેખાયા હતા.
સરકારી આંકડા મુજબ અહીં '925 નોંધાયેલા ઘર' હતાં, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે કુલ મકાનોની સંખ્યા 1500થી 2000 હશે.
બીબીસી ગુજરાતીએ સ્થળ પર જઈ લોકો સાથે વાત કરી અને મહાપાલિકાના અધિકારીઓ સાથે વાત કરી ડિમોલિશનની વિગતો મેળવી અને જે લોકોના ઘર તૂટ્યાં એ લોકોની પ્રતિક્રિયા જાણી હતી.
વધુ જુઓ આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



