You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તરણેતરના મેળામાં પ્રથમ ક્રમાંકે આવેલો સાંઢ, જાણો શું છે તેની ખાસિયત
સુરેન્દ્રનગરમાં યોજાતા તરણેતરના મેળામાં દર વર્ષે પશુ પ્રદર્શન હરીફાઈ પણ યોજવામાં આવે છે. ગીર, કાંકરેજ ગાય, જાફરાબાદી અને બન્ની ભેંસ એટલે કે ગીરની દેશી પ્રજાતિઓને પશુપાલન ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ સ્પર્ધામાં ચૅમ્પિયન ઑફ ધ શૉને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. તો પ્રથમ વિજેતાને 50 હજાર રૂપિયા, બીજા વિજેતાને 40 હજાર રૂપિયાનું ઇનામ મળે છે. આ સાથે જ હરીફાઈમાં ભાગ લેતા દરેક પશુને ચાર હજાર રૂપિયાનું આશ્વાસન ઇનામ આપવામાં આવે છે. આ હરિફાઈમાં ગાય અને ભેંસ એમ બંને વર્ગની પ્રજાતિને ત્રણ કેટેગરીમાં ઈનામ આપવામાં આવે છે. આ વખતે આ પ્રદર્શનમાં 202 પશુઓની નોંધણી કરવામાં આવી હતી.
પશુપાલકોનો ઉત્સાહ બન્યો રહે તે માટે પશુપાલન ખાતા દ્વારા પરિવહન ખર્ચ પેટે આર્થિક સહાય આપવામાં આવે છે. થાન, ચોટીલા, હળવદ, વાંકાનેર અને મૂળી તાલુકા માટે રૂ. 1400 જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના અન્ય તાલુકાના પશુઓ માટે રૂ. 4000 અને દૂરના જિલ્લાઓમાંથી આવતા પશુઓના પરિવહન માટે રૂ. 8000 આપવામાં આવે છે. તેમ જ ભાગ લેનાર પ્રત્યેક પશુને એક હજાર લેખે ત્રણ દિવસના ત્રણ હજારનો નિભાવ ખર્ચ પણ આપવામાં આવે છે.
સુરેન્દ્રનગરમાં યોજાતા તરણેતરના મેળામાં દર વર્ષે પશુ પ્રદર્શન હરીફાઈ પણ યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવેલા ગીરના સાંઢની શું ખાસિયત છે જાણો આ વીડિયોમાં
અહેવાલ - સચીન પીઠવા અને હનિફ ખોખર
ઍડિટ - સાગર પટેલ
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)