ગોળ ખાંડ કરતાં સ્વાસ્થ્ય માટે સારો હોય છે?

વીડિયો કૅપ્શન, ગોળ ખાંડ કરતાં સ્વાસ્થ્ય માટે સારો હોય છે?
ગોળ ખાંડ કરતાં સ્વાસ્થ્ય માટે સારો હોય છે?

ફિટનેસ અને આરોગ્યપ્રદ જીવનશૈલી પ્રત્યે જાગરૂકતા વધી રહી છે. કેટલાય લોકો પોતાની ખાવા-પીવાની ટેવો બદલી રહ્યા છે. લોકો ડાયાબિટીસ જેવી બીમારીઓનો ખતરો વધતા જીવનશૈલીમાં ફેરફાર કરતા હોય છે, જેમકે મીઠાઈ ન ખાવી અથવા ખાંડનો વિકલ્પ શોધવો.

કેટલાક લોકો ખાંડની જગ્યાએ મધ કે પછી ગોળ લેવાનું પસંદ કરે છે.તહેવારોમાં પણ પકવાન બનાવવામાં લોકો ખાંડની જગ્યાએ ગોળ વાપરતા થયા છે.તો નિષ્ણાતો આ વિશે શું કહે છે, શું ગોળ આરોગ્ય માટે ખાંડ કરતાં વધુ સારો છે?

આ રસપ્રદ માહિતી વિશે જાણો આ વીડિયોમાં

ગોળ

ઇમેજ સ્રોત, Getty Images