મહિલા અત્યાચાર મામલે ભારતમાં કયું રાજ્ય છે પ્રથમ ક્રમે?

મહિલા અત્યાચાર મામલે ભારતમાં કયું રાજ્ય છે પ્રથમ ક્રમે?

મહિલા સામે અત્યાચારના આંકડા અંગે ઘણાં રાજ્યોની સરકારોના પોતપોતાના દાવા છે.

હાલ જ્યારે ભારતનાં કેટલાંક રાજ્યોમાં ચૂંટણીની મોસમ જામી છે ત્યારે કાયદો-વ્યવસ્થાની સ્થિતિના આ મહત્ત્વપૂર્ણ માપદંડ પર લોકોનું ધ્યાન ખેંચવાના પ્રયાસો થવા લાગ્યા છે.

ભારતમાં મણિપુર હિંસા બાદ ભાજપના મોવડી મંડળ દ્વારા કૉંગ્રેસશાસિત રાજ્યોમાં મહિલા અત્યાચાર અને મહિલા સુરક્ષાની સ્થિતિને લઈને ટીકા કરતાં નિવેદન આપ્યાં હતાં.

આ ઘટનાઓને કારણે ભારતમાં મહિલા સુરક્ષા અને મહિલા અત્યાચાર મામલે કયાં રાજ્યમાં સૌથી ચિંતાજનક સ્થિતિ છે એ અંગે તર્ક-કુતર્ક થવાની શરૂઆત થઈ ગઈ છે.

બીબીસીની આ ખાસ રજૂઆતમાં જુઓ મહિલા અત્યાચાર મામલે દેશમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે.