ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત ક્યારથી થશે? શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત ક્યારથી થશે? શું છે આગાહી?
ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત ક્યારથી થશે? શું છે આગાહી?

ભારતમાં આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પ્રકારનું ઉષ્ણકટિબંધીય વંટોળ છે, જે ભૂમધ્ય સમુદ્રમાં સર્જાય છે.

આ પ્રકારનાં ઉષ્કટિબંધીય વંટોળ વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શિયાળામાં પણ ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે છે.

મોટા ભાગનાં વંટોળ વાતાવરણના નીચલા સ્તરમાં ભેજનું વહન કરે છે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવાં ઉષ્ણકટિબંધીય વંટોળ વાતાવરણના ઊપલા સ્તરમાં ભેજનું વહન કરે છે. ભારતના કિસ્સામાં જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયના પહાડોનો સામનો કરે છે, ત્યારે ઊપલા સ્તરમાં રહેલા ભેજને કારણે વરસાદ પડે છે. આ કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ જો વધારે મજબૂત હોય તો તેની અસર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી વર્તાય છે.

અહેવાલ- દીપક ચુડાસમા

p0mq9v4s Gujarat Weather : ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત ક્યારથી થશે? શું છે આગાહી?

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન