1500 પ્રસૂતિ કરાવી ચૂકેલાં નર્સ જેમના પર મહિલાઓ ડૉક્ટર કરતાં વધુ નિર્ભર રહે છે
1500 પ્રસૂતિ કરાવી ચૂકેલાં નર્સ જેમના પર મહિલાઓ ડૉક્ટર કરતાં વધુ નિર્ભર રહે છે
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ ગામમાં નર્સ તરીકે ફરજ બજાવી રહેલાં આ સરોજબહેન પંડ્યા તેમના કામ થકી આ પંથકમાં ખૂબ જ લોકપ્રિય થઈ ચૂક્યાં છે.
ભિલોડા તાલુકાના મુનઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લાં 15 વર્ષથી કામ કરતાં સરોજબહેને 1,500થી વધુ સફળ પ્રસૂતિ કરાવી છે.
આ વિસ્તારની મહિલાઓ પ્રસૂતિ વખતે ડૉક્ટર કરતાં પણ સરોજબહેન પર વધુ નિર્ભર રહે છે.
આ બધુ જ તેમના સ્વભાવ અને કામ કરવાની પદ્ધતિને લીધે શક્ય બન્યું. પરંતુ તેમનું વ્યક્તિગત જીવન સંઘર્ષોની એવી કથા છે જેમાં તેમણે પોતાનાં મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસથી પોતાની અલગ ઓળખ બનાવી.
જુઓ તેમની પ્રેરણાદાયક કહાણી.






