ભારતની પ્રથમ વિકલાંગ મહિલા ક્રિકેટ ટીમનાં ખેલાડીઓ કેમ સહાય અને ઓળખ ઝંખી રહ્યાં છે?

વીડિયો કૅપ્શન, ભારતની પ્રથમ વિકલાંગ મહિલા ક્રિકેટ ટીમનાં ખેલાડીઓ કેમ સહાય અને ઓળખ ઝંખી રહ્યાં છે?
ભારતની પ્રથમ વિકલાંગ મહિલા ક્રિકેટ ટીમનાં ખેલાડીઓ કેમ સહાય અને ઓળખ ઝંખી રહ્યાં છે?

તાજેતરમાં ભારતમાં વીમૅન્સ પ્રિમિયર લીગની શરૂઆત થઈ. આ વાત એક એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ મનાઈ રહી હતી કે પહેલી વાર એવું બની રહ્યુ હતું કે પુરુષના દબદબાવાળી આ રમતમાં મહિલાઓ માટે પણ લીગ કક્ષાએ એક નવી તકનું સર્જન થયું હતું.

જોકે, આ સરાહનીય સુધારાની સાથે જ આ રમતનાં એવાં પણ અમુક પાસાં છે જ્યાં સુધી હજુ સુધી સમાજ કે નિર્ણય કરનાર સંસ્થાઓનું ધ્યાન નથી પહોંચ્યું.

આવું જ એક પાસું છે વિકલાંગ મહિલા ક્રિકેટ. ભારતની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમનાં મહિલાઓ ક્રિકેટ પ્રત્યેના પોતાના જુસ્સાને કારણે દર રવિવારે કોઈ પણ પ્રકારના પ્રોત્સાહન વગર અચૂક પ્રૅક્ટિસ માટે એકઠાં થાય છે.

દેશના વિવિધ ભાગોમાંથી આવતાં આ મહિલાઓ અનેક સામાજિક, આર્થિક મુશ્કેલીઓ છતાં પણ ક્રિકેટના પોતાના ઝનૂનને ટકાવી રાખી રહ્યાં છે, પરંતુ હજુ સુધી તેમના માટે યોગ્ય માળખું ગોઠવવાની તસ્દી તંત્ર દ્વારા લેવાઈ નથી.

જુઓ, તેમની પ્રેરણાદાયક કહાણી.

રેડ લાઇન
રેડ લાઇન