BBC ISWOTY : બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનાં વિજેતા મનુ ભાકરે યુવા ખેલાડીઓને આ સલાહ આપી
BBC ISWOTY : બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનાં વિજેતા મનુ ભાકરે યુવા ખેલાડીઓને આ સલાહ આપી
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડનાં વિજેતાની જાહેરાત થઈ ગઈ છે, જેમાં દર્શકોએ કરેલી પસંદગીના આધારે મનુ ભાકરને વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે.
બીબીસીના ડાયરેક્ટર જનરલ ટીમ ડેવી તથા જાણીતાં બૉક્સર મૅરી કોમે મનુ ભાકરને ઍવૉર્ડ આપ્યો હતો. આ કાર્યક્રમ દિલ્હીની તાજ પૅલેસ હોટલ ખાતે યોજાયો હતો.
બે અઠવાડિયાં સુધી ઑનલાઇન મતદાન ચાલ્યું હતું, એ પછી આ વિજેતા પસંદ કરવામાં આવ્યાં હતાં.
22 વર્ષીય મનુ ભાકરે પેરિસ ઑલિમ્પિક ખાતે બે કાંસ્ય પદક જીત્યાં હતાં.
આ ઍવૉર્ડ જીત્યાં બાદ મનુ ભાકર સાથે બીબીસીએ વાતચીત કરી હતી, જેમાં તેમણે પોતાની સફર વિશે કહ્યું હતું.
કેવી રીતે મનુ ભાકર આ મુકામ સુધી પહોંચ્યાં?
જુઓ મનુ ભાકર સાથે બીબીસીનો વિશેષ ઇન્ટરવ્યૂ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



