તમારી પાસે Credit Card હોય તો આ રીતે કમાણી કરી શકો છો

વીડિયો કૅપ્શન, તમારી પાસે Credit Card હોય તો આ રીતે કરી શકો છો કમાણી
તમારી પાસે Credit Card હોય તો આ રીતે કમાણી કરી શકો છો

સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે ક્રૅડિટ કાર્ડ કયા મુદ્દા પર કામ કરે છે... ક્રૅડિટ કાર્ડ કંપની તમને 30થી 45 દિવસની વ્યાજ ફ્રી લોન આપે છે. એટલે કે એ સમય દરમ્યાન તમે ક્રૅડિટ કાર્ડથી કંઈ પણ ખરીદી શકો છો. પછી કંપની બિલ જનરેટ કરે છે અને નક્કી કરેલી તારીખે એ રકમ તમારે ચૂકવવાની હોય છે. જો તમે એ નક્કી દિવસે કે એ પહેલા પૈસા ચૂકવી દો છો તો તમારે કોઈપણ પ્રકારનું વ્યાજ ભરવાનું નથી રહેતું. અહીં તમને પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે કે તો બેન્ક મફતમાં કેમ ક્રૅડિટ કાર્ડ વેચે છે. તો તેનો ઉત્તર છે કે બેન્ક મર્ચન્ટ એટલે કે વેપારી પાસેથી ખરીદદારી અથવા બિલ પેમેન્ટ વખતે કેટલોક ચાર્જ કમિશન રુપે લે છે. અને બીજો તેમનો આવકનો સ્રોત છે...જો તમે સમયસર બિલ નથી ચૂકવ્યું તો તેના પર લાગનારું વ્યાજ વધુ હોય છે...તે પણ તેમની આવકમાં જાય છે.

ક્રૅડિટ કાર્ડ કોઈને ઉધાર નથી આપવાનું અને ન તો આડેધડ શોપિંગ કરવાની છે., પણ જો તમે ડિસિપ્લિનમાં ક્રૅડિટ કાર્ડનો વપરાશ કરો છો તો તમે સારી કમાણી કરી શકો છો. કેવી રીતે? જુઓ આ વીડિયો.

તમારી પાસે Credit Card હોય તો આ રીતે કરી શકો છો કમાણી

ઇમેજ સ્રોત, Getty Images

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.