ગીરના સિંહો કેવા સંકેત આપીને એકબીજા સાથે વાતો કરે છે?
શું તમે જાણો છો કે એક સિંહ અન્ય સિંહો સાથે અને સિંહ સિવાયનાં અન્ય પ્રાણીઓ સાથે રાસાયણિક સંકેતો દ્વારા પણ કૉમ્યુનિકેશન કરે છે?
અન્ય પ્રાણીઓ સાથે સંવાદ કરવા માટે સિંહો ક્યાં અને કેવી રીતે કેમિકલ્સ છોડે છે, તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવ અભયારણ્યના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મોહન રામની આગેવાની હેઠળ સંશોધકોની એક ટીમે માર્ચ 2022થી એપ્રિલ 2024 એમ બે વર્ષ કરતાં પણ વધારે સમય સુધી આધુનિક ઉપકરણો અને પદ્ધતિથી ગીરના સિંહો ઉપર સંશોધન કર્યું.
અભ્યાસના અંતે ટીમ એવા તરણ પર આવી છે કે ગીરના સિંહોને અમુક પ્રકારના ઝાડ પર કેમિકલ સંકેતો મૂકવા ખાસ ગમે છે અને તે રીતે તેઓ અન્ય સિંહો અને અન્ય પ્રજાતિના પ્રાણીઓ માટે અમુક પ્રકારના સંકેતો છોડી જાય છે
વિવિધ સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જંગલના કોઈ એક વિસ્તાર પર માત્ર તેનો જ એકાધિકાર છે તે દર્શાવવા અને અન્ય સિંહો અને દીપડા જેવા પ્રતિસ્પર્ધીઓને આવા વિસ્તારથી દૂર રહેવાનો સંકેત આપવા તેમ જ સિંહણોને આકર્ષવા માટે સિંહ ત્રાડ પાડે છે.
જો માણસ સહિત અન્ય કોઈ પ્રાણી તેની નજીક આવી જાય તો સિંહ ઘુરકિયાં કરી તેને દૂર રહેવા ચેતવણી આપે છે.
આ ઉપરાંત, સિંહ વૃક્ષો પર ચડી, તેના થડો પર નહોર વડે લિસોટા કરીને, ડોક કે શરીર ઘસીને કે પેશાબ છાંટીને પોતાની ગંધ છોડે છે.
વળી, કેટલીક જગ્યાએ મળત્યાગ કરીને પણ પોતાની ગંધ છોડે છે અને કોઈ ચોક્કસ વિસ્તાર પર તેનું આધિપત્ય હોવાનો સંકેત અન્ય પ્રાણીઓને આપે છે.
શું છે આ સંશોધન અને એમાં કેવી કેવી અજાણી વાતો પ્રકાશમાં આવી તે જાણો ડૉ. મોહન રામ સાથેની આ વાતચીતમાં.
અહેવાલ : ગોપાલ કટેશિયા
વીડિયો : બિપિન ટંકારિયા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



