You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ મહિલા જે એલઈડી લાઈટની મદદથી ખેતી કરે છે
ખેતીની નવી પદ્ધતિઓ કે દવાઓથી પાક લેવાની વાત તો સાંભળી હશે પણ શું એલઈડી લાઈટની મદદથી ખેતી કરવાની વાત સાંભળી છે?
શું તે ખરેખર શક્ય છે?
આ પ્રશ્નનો જવાબ છે, હા! સ્પેનના મૅડ્રિડ શહેરના એક ગોડાઉનમાં કીમિયો અજમાવવામાં આવી રહ્યો છે.
આ ગોડાઉનમાં હોપ્સ નામનો છોડ એલઈડી લાઉટમાં ઉગાડવામાં આવી રહ્યો છે.
હોપ્સ નામના આ વેલામાંથી સ્પેનની પ્રખ્યાત બીયર બનાવવામાં આવે છે.
રિન્યુએબલ ઍનર્જી આધારિત હાઇડ્રોપૉનિક ખેતીમાં સામાન્ય ખેતી કરતાં 95 ટકા ઓછા પાણીની જરૂર પડે છે.
અને તેમાં એલઈડીનો ઉપયોગ વધુ લાભકારક પુરવાર થઈ રહ્યો છે.
હાલ આ ખૂબ જ નાના સ્તરે છે પણ આ મહિલાઓની ટીમ તેને આગળ ધપાવવાનું વિચારી રહી છે.
જુઓ તેમના સફળ પ્રયોગની કહાણી...