સમલૈંગિકોનાં લગ્નને કાયદેસર માન્યતા નહીં, છતાં શું બદલાશે?

સમલૈંગિકોનાં લગ્નને કાયદેસર માન્યતા નહીં, છતાં શું બદલાશે?

મંગળવારે ભારતની સુપ્રીમ કોર્ટે સજાતીય લગ્નોની કાયદેસરતા અંગે ઊભા થયેલ ન્યાયિક પ્રશ્ન અંગે પોતાનો ચુકાદો આપ્યો.

જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતામાં પાંચ જજોની બેન્ચે સમલૈંગિક લગ્નો અને અધિકારો અંગે ભારત સરકારના પૅનલ ઘડવાના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો.

બેન્ચે લગ્ન કરવાના અધિકારને મૂળભૂત અધિકાર માનવાનો ઇનકાર કર્યો અને ફરી એક વખત કહ્યું કે ટ્રાન્સજેન્ડર અને ઇન્ટરસેક્સ લોકો હાલના કાયદા અંતર્ગત લગ્ન કરી શકે છે.

આ નિર્ણયથી આ સમુદાયના લોકોમાં વ્યાપક નિરાશા જોવા મળી છે, પરંતુ કેટલાક આ અંગે આશાય વ્યક્ત કરી રહ્યા છે.