BBC ISWOTY : Jyothi Yarraji 100 મીટર હર્ડલ રેસનાં ચૅમ્પિયન ખેલાડી

વીડિયો કૅપ્શન, BBC ISWOTY : Jyothi Yarraji 100 મીટર હર્ડલ રેસના ચૅમ્પિયન ખેલાડી
BBC ISWOTY : Jyothi Yarraji 100 મીટર હર્ડલ રેસનાં ચૅમ્પિયન ખેલાડી

100 મીટર હર્ડલ સ્પેશિયાલિસ્ટ જ્યોતિ ભારતનાં સૌથી પ્રખ્યાત ખેલાડીઓમાંથી એક તરીકે ઊભરી આવ્યાં છે.

તેમની સિદ્ધિઓમાં અનેક મેડલ અને 100 મીટર હર્ડલ્સમાં નૅશનલ રેકૉર્ડનો સમાવેશ થાય છે.

જૂન 2025માં, તેમણે તાઇવાન ઍથ્લેટિક્સ ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યો.

જ્યોતિએ એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા.

ફેબ્રુઆરી 2025માં નૅશનલ ગેઇમ્સમાં, તેમણે 100 મીટર અને 200 મીટર હર્ડલ્સ બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યા.

હાંગઝોઉમાં 2023માં યોજાયેલી એશિયન ગેમ્સમાં જ્યોતિએ સિલ્વર મેડલ જીત્યો.

2024માં જ્યોતિ ઑલિમ્પિકમાં 100 મીટર હર્ડલ્સમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા બન્યાં.

તેઓ આંધ્ર પ્રદેશના પૉર્ટ સિટી વાઇઝાગનાં છે.

મર્યાદિત સંસાધનો છતાં જ્યોતિનાં માતાપિતાએ તેમનાં સપનાં પૂરાં કરવામાં સહયોગ કર્યો.

2024માં તેમને અર્જુન ઍવૉર્ડ મળ્યો, જે ભારતમાં રમત ક્ષેત્રમાં સર્વોચ્ચ સન્માન છે.

BBC ISWOTY, બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, જ્યોતિ યાર્રાજી

ઇમેજ સ્રોત, Tim Clayton/Corbis via Getty Images

ઇમેજ કૅપ્શન, જ્યોતિ યારાજી, ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ઍથ્લીટ