You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Cyclone Michaung : વાવાઝોડાને કારણે ચેન્નઈ જળબંબાકાર, આઠ લોકોનાં મૃત્યુ
મિગજોમ વાવાઝોડું મંગળવારના આંધ્ર પ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચેથી પસાર થશે.
હવામાનવિભાગની માહિતી અનુસાર, ગંભીર ચક્રવાત મિગજોમ ચેન્નઈથી 130 કિલોમીટર ઉત્તરમાં છે. વાવાઝોડું દક્ષિણ આંધ્ર તટના સમાનાંતર વધશે અને પાંચ ડિસેમ્બર એટલે મંગળવારની સવારે એક ગંભીર ચક્રવાતી તોફાન નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાશે.
વાવાઝોડાને કારણે ચેન્નઈમાં ભયંકર વરસાદ પડી રહ્યો છે. અત્યારસુધી ભારે વરસાદ અને તેને કારણે બનેલી સ્થિતિને કારણે તામિલનાડુની રાજધાનીમાં પાંચ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
પોલીસના જણાવ્યા અનુસાર જે પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે તેમાં બેનાં મૃત્યુ વીજળીનો શૉક લાગવાને કારણે અને એકનું મૃત્યુ વૃક્ષ પડી જવાને કારણે થયું છે. અન્ય બેનાં મૃત્યુનાં કારણો વિશે ખબર પડી શકી નથી.