મજૂરીકામ કરીને પીએચ.ડી. કરનાર મહિલાની કહાણી
મજૂરીકામ કરીને પીએચ.ડી. કરનાર મહિલાની કહાણી
દૈનિક મજૂરીકામ કરતાં કરતાં સાકે ભારતીએ Ph.D. કર્યું છે. અભ્યાસ પૂરો કરવામાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
તેમણે પિતા સામે લડવું પડ્યું, જેમણે તેમને નાનપણમાં અભ્યાસ કરવા ન દીધો.
ભારતીનો પરિવાર આંધ્રપ્રદેશના અનંતપુરમ જિલ્લાના સિંગાનમાલા મંડળના એક ગામ નાગુલાગુડમમાં એક કાચા-પાકા મકાનમાં રહે છે.
તેમણે પીએચ.ડી. કર્યું હોવાથી હાલ તેમના ઘરે ઘણા મુલાકાતીઓ આવે છે.
તેમનાં બાળલગ્ન થયાં હતાં, તેઓ ભણવા માગતાં હતાં, પણ પરિવારે મનાઈ ફરમાવી દીધી હતી.
વીડિયોમાં જાણો કે તેમણે કેવી રીતે અનેક અગવડો વેઠીને અભ્યાસ પૂરો કર્યો.






