ગુજરાતમાં આગામી 3-4 દિવસમાં વરસાદની કોઈ શક્યતા છે, શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આગામી 3-4 દિવસમાં વરસાદની કોઈ શક્યતા છે? શું છે આગાહી?
ગુજરાતમાં આગામી 3-4 દિવસમાં વરસાદની કોઈ શક્યતા છે, શું છે આગાહી?

ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ તથા દાદરા નગર અને હવેલી સંઘપ્રદેશોમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહ્યું.

સૌરાષ્ટ્રના કેડલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો. બાકીના પ્રદેશોમાં વિશેષ નોંધપાત્ર ફેરફાર થયો નથી.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્ય કરતાં નીચું હતું. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્યથી વધુ હતું. બાકીના પ્રદેશોમાં સામાન્ય તાપમાન રહ્યું હતું.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ધીમે-ધીમે ઘટાડો થવાની સંભાવના છે. ત્યાર પછી તેમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી સંભાવના નથી. આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે? જુઓ આ વીડિયો.

ગુજરાત વરસાદ ઠંડી શિયાળો બીબીસી ગુજરાતી દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન