ગુજરાતી મૂળનાં મહિલા જેમણે પારસી વાનગીઓનો ચટાકો પાકિસ્તાનીઓને લગાડ્યો છે

વીડિયો કૅપ્શન,
ગુજરાતી મૂળનાં મહિલા જેમણે પારસી વાનગીઓનો ચટાકો પાકિસ્તાનીઓને લગાડ્યો છે

ગુજરાતના સુરત સાથે નાતો ધરાવતાં અને હાલ પાકિસ્તાનના કરાચી શહેરમાં રહેતાં ગુલનાર કાવસજી પોતાનાં શહેરમાં પારસી ભોજનને લોકપ્રિય બનાવી રહ્યાં છે. કુકિંગના શોખીન ગુલનારે પોતાના પેશનને એક સફળ બિઝનેસ બનાવી દીધું છે.

કરાચીમાં ગણ્યાં-ગાંઠ્યા પારસીઓ છે પરંતુ ગુલનારનાં રેસીપીને પસંદ કરનાર મોટાભાગના લોકો મુસ્લિમો છે.

ગુલનારનાં હાથે તૈયાર થયેલાં પારસી વાનગીઓ કડવી રોટી, ધનસાગ અને પાતરાની મચ્છી માત્ર કરાચી નહીં પરંતુ સમગ્ર પાકિસ્તાનમાં પ્રખ્યાત છે.

પાકિસ્તાનના કરાચી શહેરમાં રહેતાં ગુલનાર કાવસજી