રોજના 300 રૂપિયા કમાતા મોચીના દીકરાએ નીટની પરીક્ષામાં 'ટૉપ રેન્ક' કેવી રીતે મેળવ્યો?
રોજના 300 રૂપિયા કમાતા મોચીના દીકરાએ નીટની પરીક્ષામાં 'ટૉપ રેન્ક' કેવી રીતે મેળવ્યો?
મલાઉતના ગુરુ રવિદાસનગરના રહેવાસી જતીને નૅશનલ ઍલિજિબિલિટી કમ ઍન્ટ્રન્સ ટેસ્ટ (નીટ-યુજી)માં ઑલ ઇન્ડિયા 7191 રેન્ક હાંસલ કર્યો છે. નોંધનીય છે કે એસસી કૅટગરીમાં તેમનો રેન્ક 170મો છે.
તેમના પ્લાસ્ટર વગરના ઘરમાં આજે ખુશીનો માહોલ છે, ઢોલ વાગી રહ્યા છે અને લોકોને મીઠાઈ વહેંચવામાં આવી રહી છે.
જતીનના પિતા ધરમવીર મોચીકામ કરે છે. ધરમવીર અને જતીનનાં માતાં સુમન રાની ખુશખુશાલ છે.
જતીનના પિતા પંજાબી પગરખાં બનાવીને દૈનિક 300 રૂપિયા કમાય છે.
જુઓ, કેવી રીતે દારુણ ગરીબીમાં રહેવા છતાં જતીને આટલી મોટી સિદ્ધિ મેળવી બતાવી?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



