ગેનીબહેન ઠાકોર : વાવમાં ત્રિપાંખિયો જંગ, માવજી પટેલ વિશે ભાજપ, કૉંગ્રેસે શું કહ્યું

ગેનીબહેન ઠાકોર : વાવમાં ત્રિપાંખિયો જંગ, માવજી પટેલ વિશે ભાજપ, કૉંગ્રેસે શું કહ્યું

13 નવેમ્બરે બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.

કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત માટે તેમની જ પાર્ટીનાં સાંસદ ગેનીબહેને આપેલું નિવેદન ચર્ચામાં છે. તેમણે કહ્યું હતું કે, "ગુલાબસિંહ ઉમેદવાર છે એટલે કાયમ માટે આ ખેતર લખી નથી આપ્યું."

અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલની ઉમેદવારી વિશે ગુલાબસિંહે કહ્યું હતું કે, "મારી લડાઈ ભાજપ સામે છે જ નહીં, અહીં અપક્ષ અને કૉંગ્રેસ વચ્ચે અહીં સીધી લડાઈ છે."

વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપસિંહ ઠાકોર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.