ડીસા : બટાકાં કઈ રીતે બનાસકાંઠાની ઓળખ બની ગયાં?

વીડિયો કૅપ્શન, બનાસકાંઠાનું ડીસા બટાકાંનું બમ્પર ઉત્પાદન કેવી રીતે કરે છે ?
ડીસા : બટાકાં કઈ રીતે બનાસકાંઠાની ઓળખ બની ગયાં?

બનાસકાંઠાનું ડીસા બટાકાની નગરી તરીકે ઓળખાય છે. આ ઓળખ પાછળ પણ પંથકના ખેડૂતોની કોઠાસૂઝ, મહેનત અને ખેતીમાં અવનવા પ્રયોગ કરવાની હિંમત પણ જવાબદાર છે

દાયકાઓ પહેલા અહીં માત્ર નદીના પટમાં જ બટાકાંનું વાવેતર કરવામાં આવતું હતું. ખેડૂતોએ પણ બટાકાંની ખેતીમાં પ્રયોગો કર્યા અને નવો અધ્યાય શરૂ કર્યો.

બટાકાંની ખેતીની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં બટાકાંની ખેતી સંપૂર્ણપણે ફુવારા દ્વારા કરવામાં આવે છે.

ખેતી નિયામકની કચેરીના આંકડા અનુસાર વર્ષ 2024માં બટાકાંનું સૌથી વધારે વાવેતર પણ બનાસકાંઠા જિલ્લામાં થયું હતું.

બટાકાંના ઉત્પાદનમાં જેમજેમ વધારો થતો ગયો તેમતેમ કોલ્ડસ્ટોરેજની સંખ્યા પણ વધતી ગઈ

હાલ ખેડૂતો પુખરાજ, ખ્યાતિ , બાદશાહ, કોલંબા કે એલઆર જેવી ડઝનેક કરતાં પણ વધુ બટાકાની જાતોનું વાવેતર કરે છે.

ખાનગી કંપનીઓ સાથે કૉન્ટ્રાક્ટ કરીને બટાકાંની ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં ખાસ્સો એવા વધારો થયો છે.

બનાસકાંઠામાં રોજગારીની નવી દિશા ખોલનારા બટાકાંને સૌપ્રથમ કોણ લઈ આવ્યું હતું? બટાકાં કેવી રીતે બનાસકાંઠાની ઓળખ બની ગયા એની વિગતવાર જાણકારી માટે જુઓ આ વીડિયો

બનાસકાંઠામાં બટાકાંની ખેતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન