ભારતના ઠંડા પ્રદેશમાં બનેલું લાકડાનું ફ્રિજ કેવી રીતે કામ કરે છે?

ભારતના ઠંડા પ્રદેશમાં બનેલું લાકડાનું ફ્રિજ કેવી રીતે કામ કરે છે?

સામાન્ય રીતે આપણાં ઘરમાં દૂધને સાચવવા માટે ફ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો વપરાશ કરવા માટે વીજળીની પણ જરૂર પડે છે.

જોકે, જમ્મુ-કાશ્મીરના ઉરી જિલ્લામાં દૂદરન ગામ ખાતે અલગ પ્રકારના ફ્રીજ જોવા મળે છે. જેના દરવાજા લાકડાના હોય છે અને તેના માટે વીજળીની જરૂર નથી પડતી.

આ પ્રકારના ફ્રીજમાં દસેક દિવસ સુધી દૂધ સચવાયેલું રહે છે અને તે જામતું પણ નથી. આ દૂધમાંથી દહીં, માખણ અને ઘી પણ બને છે.

આખા ગામને અલગ ઓળખ અપાવતાં આ ફ્રીજની શું વિશેષતા છે તથા તે કેવી રીતે બને છે, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન