You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'કૉલેજ બિલ્ડિંગમાં માત્ર બે રૂમ હતા', ભારતથી કૅનેડા જતા વિદ્યાર્થીઓ સાથે શું થઈ રહ્યું છે?
ભારતના ઘણા વિદ્યાર્થીઓ કૅનેડામાં ઉચ્ચ શિક્ષણ મેળવી એક સફળ કારકિર્દી બનાવી રહ્યા છે. પરંતુ ઘણા યુવાનો એવા છે કે જે નકલી એજન્ટો અને કેટલાક ખાનગી ઇન્સ્ટિટ્યૂટની જાળમાં ફસાઈ જાય છે.
અહીં નોકરી અને ઘરની બહુ અછત છે. કૅનેડાના શિક્ષણના સ્તરના જે વખાણ કરવામાં આવે છે તે એટલું સારું છે નહીં.
કૅનેડા આવનારા વિદેશી વિદ્યાર્થીઓમાં અડધાથી વધારે સંખ્યા ભારત અને ચીનના વિદ્યાર્થીઓની હતી.
કૅનેડાની કેટલીક કૉલેજોમાં પાર્કિંગ સ્પેસ જ છે અથવા તો બે માળની બિલ્ડીંગમાં કૉલેજ ચાલે છે.
હાલના વર્ષોમાં વિદ્યાર્થીઓ સાથે થયેલી છેતરપિંડી મામલે ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારો સમયાંતરે ચેતવણી આપતા રહ્યા છે. 2022માં કૅનેડામાં સ્થિત ભારતીય દૂતાવાસે પણ એક જાહેરનામું બહાર પાડી કહ્યું હતું કે ફી ભરતા પહેલાં સંસ્થાઓ વિશે પૂરી તપાસ કરી લો.