You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વીડિયો પ્લૅટફૉર્મ યૂટ્યૂબે ટીવી ચૅનલ્સને સંપૂર્ણપણે માત કરી દીધી? - દુનિયા જહાન
જુલાઈ મહિનો યૂટ્યૂબ માટે સારા સમાચાર લઈને આવ્યો છે. અમેરિકામાં પહેલી વાર લોકોએ ટીવી કે સિનેમા જોવા કરતાં વધારે સમય ટેલીવિઝન પર વીડિયો શેરિંગ પ્લૅટફૉર્મ યૂટ્યૂબ જોવામાં વિતાવ્યો.
યૂટ્યૂબે ડિઝની, પૅરામાઉન્ટ, ફૉક્સ ચૅનલ, નેટફ્લિક્સ અને એમેઝોન જેવાં ઓટીટી પ્લૅટફૉર્મ્સને પાછળ કરી દીધાં.
જોકે, પછીના કેટલાક મહિનામાં યૂટ્યૂબ ફરી ડિઝની અને ડીસી પ્લૅટફૉર્મ્સની ટક્કરમાં બીજા સ્થાને ખસી ગયું.
પરંતુ દુનિયામાં યૂટ્યૂબની લોકપ્રિયતા વધતી જાય છે. યુકેમાં 16થી 24 વર્ષની ઉંમરના 50 ટકા લોકો ટેલીવિઝન પર કાર્યક્રમોના બદલે યૂટ્યૂબ જોવાનું વધારે પસંદ કરે છે.
આ અઠવાડિયે આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે, શું યૂટ્યૂબે ટીવી ચૅનલ્સને સંપૂર્ણપણે માત કરી દીધી છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન