ગુજરાતના આ વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદ, કેટલા દિવસ થઈ શકે છે વરસાદ?
ગુજરાતના આ વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદ, કેટલા દિવસ થઈ શકે છે વરસાદ?
ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાં તીવ્ર તો કેટલાકમાં હળવી ઠંડી અનુભવાઈ રહી છે.
તો કેટલાક વિસ્તારોમાં તો ઠંડીની સાથોસાથ છૂટોછવાયો વરસાદ પણ પડી રહ્યો છે.
હવામાન વિભાગે પણ આગામી અમુક દિવસો સુધી રાજ્યના હવામાનનો કંઈક આવો જ વરતારો આપ્યો છે.
આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન વાદળછાયું રહે તેવી શક્યતા છે.
જોકે, હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. પણ કેટલાક વિસ્તારોમાં 1 જાન્યુઆરીથી એકાદ બે દિવસ સુધી વાદળો દેખાય તેવી શક્યતા છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



