ભાવનગરમાં મકાનો પર ચાલ્યું બુલડોઝર, ઘરવિહોણાં મહિલાઓએ શું કહ્યું?
ભાવનગરમાં મકાનો પર ચાલ્યું બુલડોઝર, ઘરવિહોણાં મહિલાઓએ શું કહ્યું?
ભાવનગરમાં વિવિધ ગુનામાં સંડોવાયેલા 5 જેટલા લોકોનાં ગેરકાયદેસર મકાન તોડી પાડીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ભાવનગરના જિલ્લા પોલીસવડા, DYSP સહિતના પોલીસના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.
જોકે, મકાનો તોડવામાં આવતા પરિવારજનોએ આ કાર્યવાહી સામે આક્ષેપ કર્યો હતો કે જેમણે ગુનો કર્યો છે તેમની સામે કાર્યવાહી કરો. અમને કેમ આવી સજા આપો છો?
ઘરવિહોણાં થયેલાં મહિલાઓએ શું આપવીતી વર્ણવી એ જુઓ આ વીડિયોમાં.
અહેવાલ : અલ્પેશ ડાભી
ઍડિટ : સુમિત વેદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



