You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક રિક્ષાચાલકની દીકરી, જેણે UPSCની પરીક્ષા પાસ કરી
'કહેવાય છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય', આ વાત મહારાષ્ટ્રના યવત્માલમાં રહેતાં અદિબા અહમદ તથા તેમના પરિવાર માટે એકદમ ખરી ઠરે છે.
અદિબાએ દેશમાં અઘરી મનાતી પરીક્ષાઓમાંથી એક એવી સંઘ લોકસેવા આયોગની પરીક્ષા પાસ કરી છે, તેમણે દેશભરમાં 142મો ક્રમાંક મેળવ્યો છે. હવે તેઓ સનદી અધિકારી બની શકશે.
અદિબાના પિતા અશફાક રિક્ષા ચલાવે છે અને દીકરીને અધિકારી બનાવવા માટે તેમણે ખૂબ જ ભોગ આપ્યો છે. અશફાક કહે છે, 'દીકરીને અધિકારી બનાવવા માટે મારે ઘણું સહન કરવું પડ્યું, પરંતુ તેનાથી મારું નામ રોશન છે.'
મહારાષ્ટ્ર લઘુમતી પંચના વડા પ્યારે ખાનના કહેવા પ્રમાણે, અદિબા મહારાષ્ટ્રમાંથી આઇએએસ અધિકારી બનનારાં પ્રથમ મુસ્લિમ મહિલા છે.
જુઓ અદિબા તથા અહમદ પરિવારની કહાણી આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન