You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ISWOTY 2024 નાં નૉમિની અદિતિ અશોક અંગે તમે શું જાણો છો?
બીબીસી ISWOTY ઍવૉર્ડ ફરી એક વાર આપની માટે લઈ આવ્યું છે ભારતીય મહિલા ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવતી તેમની પ્રેરક કહાણીઓ.
આ વખતના બીબીસી ISWOTY ઍવૉર્ડનાં નૉમિની પણ જાહેર કરી દેવાયાં છે.
એ પૈકી જ એક છે મહિલા ગોલ્ફર અદિતિ અશોક.
26 વર્ષીય અદિતિ સતત ત્રણ ઑલિમ્પિક રમતો માટે ક્વૉલિફાય થનારાં પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર છે. 18 વર્ષની ઉંમરે તેઓ ઑલિમ્પિકમાં પહોંચનારાં સૌથી નાની વયનાં ગોલ્ફર હતાં (રિયો, 2016). ટોક્યો 2020માં તેઓ ચોથા સ્થાને રહ્યાં હતાં. મેડલથી માત્ર એક સ્થાન પાછળ. તેમનું પ્રર્દશન ગોલ્ફમાં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.
અદિતિએ 2023 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પરંતુ 2024માં ત્રીજા ઑલિમ્પિકમાં તેઓ મેડલથી દૂર રહ્યાં હતાં.
અદિતિ અત્યાર સુધીમાં પાંચ વિજય સાથે લેડીઝ યુરોપિયન ટૂર (LET) જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. તેઓ લેડીઝ પ્રોફેશનલ ગોલ્ફ ટૂરનાં નિયમિત ખેલાડી છે.
અદિતિને ભારતનું સર્વોચ્ચ રમત સન્માન અર્જુન ઍવૉર્ડ મળી ચૂક્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન