રીલ બનાવવાં જતાં ઇન્ફ્લુએન્સરનું ખીણમાં પડતાં મોત, આવી દુર્ઘટનાઓથી કઈ રીતે બચી શકાય?

રીલ બનાવવાં જતાં ઇન્ફ્લુએન્સરનું ખીણમાં પડતાં મોત, આવી દુર્ઘટનાઓથી કઈ રીતે બચી શકાય?

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં કુંભે ધોધ નજીક પોતાનાં મિત્રો સાથે ફરવાં ગયેલાં અન્વી કામદાર નામનાં એક મહિલાનું ખીણમાં પડી જવાથી મૃત્યુ થયું હતું.

મુંબઈમાં રહેતાં અન્વી કામદાર મહારાષ્ટ્રના રાયગઢમાં આવેલા કુંભે ધોધ પાસે ફરવાં ગયાં હતાં. પ્રાથમિક માહિતી પ્રમાણે અન્વી ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે ધોધની નજીક ગયાં હતાં.

આ દરમિયાન તેઓ 300 ફૂટ ઊંડી ખાઈમાં લપસી ગયાં હતાં અને તેમનું મોત નીપજ્યું. અન્વી કામદાર એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતાં, જેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે લાખથી વધારે ફૉલોઅર હતાં.

સોશિયલ મીડિયા પર કુંભે ધોધનો વીડિયો વાઇરલ થયા પછી 16 જુલાઈ મંગળવારે અન્વી પોતાના મિત્રો સાથે ફરવાં માટે ત્યાં ગયાં હતાં.

વરસાદની સિઝનમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે.

આવી દુર્ઘટનાઓથી બચવા માટે શું સાવચેતી રાખવી?

વધુ જુઓ વીડિયોમાં...