બાળકો દ્વારા ચાલતી એવી શાળા જયાં ફી નથી ભરવાની પણ ઘણું બધું શીખવા મળે છે

બાળકો દ્વારા ચાલતી એવી શાળા જયાં ફી નથી ભરવાની પણ ઘણું બધું શીખવા મળે છે

આ બામ્બૂ સ્કૂલની કહાણી છે. થાઇલૅન્ડની આ અનોખી શાળા બાળકો ચલાવે છે, નિયમો અને શિસ્તપાલનની દેખરેખ વિદ્યાર્થીઓ જ કરે છે.

બાળકો ભરતીમાં પણ ભાગ લે છે એ નક્કી કરવા કે કેવા વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળામાં જોડાઈ શકે છે, એ બધું જ બાળકો નક્કી કરે છે. અન્ય જૂથ દર અઠવાડિયે માર્કેટ જાય છે. તે બાદ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ભોજન પીરસવામાં આવે છે.

વિદ્યાર્થીઓ તેમનાં વાસણો જાતે ધુએ છે જેને અન્ય વિદ્યાર્થીઓ ચેક કરે છે જો તે ગંદાં હોય તો ફરી ધોવડાવવામાં આવે છે. આ શાળામાં ફીસ નથી વસૂલાતી પરંતુ વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન 400 કલાક સમુદાય માટે કામ કરવાનું અને 400 વૃક્ષો વાવવાનાં હોય છે.