સુરતનો 'પાકિસ્તાની મોહલ્લો' જે હવે 'હિંદુસ્તાની મોહલ્લા' તરીકે ઓળખાવા લાગ્યો

સુરતનો 'પાકિસ્તાની મોહલ્લો' જે હવે 'હિંદુસ્તાની મોહલ્લા' તરીકે ઓળખાવા લાગ્યો

સુરતના રાંદેર-રામનગરમાં આવેલો એક વિસ્તાર પહેલાં 'પાકિસ્તાની મોહલ્લા' તરીકે ઓળખાતો હતો.

અહીં રહેતા લોકોને 'તમે સરહદ પારથી આવ્યા છો?' અને 'તમે પાકિસ્તાની છો?' જેવા સવાલો સાંભળવા પડતા હતા.

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સાત વર્ષ પહેલાં ઠરાવ થયો, જેનો હવે અમલ થયો છે.

હવે તેમને 'પોતાની ઓળખ' મળી છે. આ વિસ્તાર પણ 'હિંદુસ્તાની મોહલ્લા' તરીકે ઓળખાવા લાગ્યો છે.

શું છે આ વિસ્તારનો ભૂતકાળ તથા આ પરિવર્તન ક્યારે અને કેવી રીતે આવ્યું, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન