પત્ની બુરખો પહેર્યા વગર બસમાં બેસી પિયર ગઈ તેથી પતિએ તેની અને બે બાળકીઓની કરી હત્યા, શું છે સમગ્ર મામલો?

વીડિયો કૅપ્શન, પત્ની અને બે દીકરીઓની હત્યા આ માણસે કેમ કરી?
પત્ની બુરખો પહેર્યા વગર બસમાં બેસી પિયર ગઈ તેથી પતિએ તેની અને બે બાળકીઓની કરી હત્યા, શું છે સમગ્ર મામલો?

પશ્ચિમ ઉત્તરપ્રદેશના શામલી જિલ્લાના કાંધલા વિસ્તારમાં આવેલું દૌલત ગામ એક મહિલા સહિત તેમની બે સગીર દીકરીઓની હત્યા બાદ સમાચારમાં છે.

આ હત્યાનો આરોપ મહિલાના પતિ ફારુક પર જ લાગ્યો છે, જે બાદ તેમની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આસપાસના લોકો અને ફારુકનાં નિવેદનો તેમજ આ હત્યાકાંડની તપાસ કરી રેહાલ પોલીસ અધિકારીઓ સાથે વાત કરીને ખબર પડી છે કે લગ્ન બાદ તાહિરાનું જીવન આ ઘરની ચાર દીવાલ સુધી જ સીમિત બની ગયું હતું.

શામલીના પોલીસ અધીક્ષક નરેન્દ્ર પ્રતાપસિંહ પ્રમાણે પૂછપરછ દરમિયાન આરોપી ફારુકે જણાવ્યું છે કે તેઓ પોતાની પત્ની બુરખો પહેર્યા વગર પબ્લિક ટ્રાન્સપૉર્ટથી તેમના પિયરમાં જવાની વાત અંગે નારાજ હતા અને એ જ આ હત્યાકાંડનું મુખ્ય કારણ છે.

સમગ્ર મામલો જાણવા માટે જુઓ વીડિયો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઉત્તરપ્રદેશ, હત્યાકાંડ, હત્યા

ઇમેજ સ્રોત, ALTAF

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન