પીપીએફથી સૅવિંગ કરીને તમે કરોડપતિ કેવી રીતે બની શકો?

પીપીએફથી સૅવિંગ કરીને તમે કરોડપતિ કેવી રીતે બની શકો?

નિવૃત્તિ સમયે એક મોટી રકમ મળે એવી ઘણા લોકોની મહેચ્છા હોય છે અને તે માટે લોકો વિવિધ સ્કીમમાં રોકાણ પણ કરતાં હોય છે, પરંતુ એક સ્કીમ એવી છે જ્યાં જો તમે દર મહિને નજીવું રોકાણ કરશો તો નિવૃત્તિ સમયે મોટી રકમ મળશે.

કરોડપતિ બનવું એ કોઈ રૉકેટ સાયન્સ નથી. તેના માટે તમારે માત્ર બચત અને રોકાણની સ્ટ્રૅટેજીને સમજવી પડશે. થોડો સંયમ રાખવો પડશે અને ધીરજ પણ રાખવી પડશે.

હજારો રૂપિયાનાં રોકાણથી કરોડપતિ બનવું હોય તો સમય તો લાગશે જ. હવે વાત આવે છે એ સ્કીમ કઈ છે જેમાં વાર્ષિક દોઢ લાખ રૂપિયા જમા કરીને તમે કેવી રીતે કરોડપતિ બની શકો છો.

પીપીએફ એટલે કે પબ્લિક પ્રૉવિડન્ટ ફંડ એ એક એવી સ્કીમ છે જેમાં વાર્ષિક દોઢ લાખ રૂપિયા જમા કરીને તમે કરોડપતિ બની શકો છો.

જો તમે બિલકુલ જ સલામત રીતે રોકાણ કરીને નિવૃત્તિ સમયે મોટી મૂડી મેળવવા માગો છો તો પીપીએફ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

તો ચાલો જાણીએ કે પીપીએફમાં રોકાણ કેવી રીતે કરી શકાય અને તેનો ફાયદા શું છે?

વધુ જુઓ આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.