પાટણ : ભરતકામથી દેશવિદેશમાં પ્રખ્યાત થયેલાં ગૌરીબહેનની કહાણી

પાટણ : ભરતકામથી દેશવિદેશમાં પ્રખ્યાત થયેલાં ગૌરીબહેનની કહાણી

'આ સોયની અણી માથે અમે અમારું ઘર ચલાવીએ છીએ.'

આ શબ્દો છે ગૌરીબહેનના. પાટણના છેવાડાના એક ગામડામાં રહેતાં ગૌરીબહેને ભરતકામમાં મેળવેલી પોતાની પારંગતતા થકી દેશ-વિદેશમાં નામના મેળવી છે.

ગૌરીબહેન કપડાં પર ભરતકામ કરે છે. અન્ય બહેનો પણ તેમની સાથે કામ કરીને પગભર થઈ છે.

પાંચ ચોપડી પણ નહીં ભણેલા ગૌરીબહેન આ જ કામ અર્થે અનેક વિદેશયાત્રા પણ કરી આવ્યાં છે.

એમના પ્રશંસકો દેશ-વિદેશમાં છે. જાણીને નવાઈ લાગે એવી વાત એ છે કે અભિનેતા શાહરુખ ખાન અને હિલેરી ક્લિન્ટન પણ તેમનાં કામનાં વખાણ કરી ચૂક્યાં છે.

જોકે ગૌરીબહેન આજે જ્યાં છે એની પાછળ સંઘર્ષની એક કહાની પણ છે.

ગૌરીબહેને પોતાની આડે અવરોધ બનતા તમામ પડકારોનો હિંમતભેર સામનો કરીને પોતાની સફર ચાલુ રાખી છે અને આજે અન્ય મહિલાઓ પ્રેરણા લઈ શકે એવી સિદ્ધિ હાંસલ કરી છે. જુઓ આ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન