50 વર્ષે આ મહિલાઓ ડ્રાઇવિંગ કેમ શીખી રહી છે?

50 વર્ષે આ મહિલાઓ ડ્રાઇવિંગ કેમ શીખી રહી છે?

સામાન્ય રીતે વ્યક્તિ 50 વર્ષની ઉંમરે પહોંચે એટલે તેને નવું-નવું શીખવામાંથી રસ ઊઠતો જાય છે અને કદાચ જો કશું નવું શીખવાનો પ્રયાસ કરે, તો પણ મિત્રો કે સગાંસંબંધીઓ દ્વારા તેમને ઊતારી પાડવામાં આવે છે.

જોકે, હૈદરાબાદની એક ડ્રાઇવિંગ સ્કૂલમાં શાળામાં જતી વિદ્યાર્થિનીઓથી માંડીને 50 વર્ષનાં મહિલાઓ સહિત ઘણાં લોકો બાઇક શીખવાની તાલીમ લઈ રહી છે.

આ મહિલાઓને ખચકાટ છે અને ડર પણ છે, છતાં તેમનું લક્ષ્યાંક નક્કી છે. બાઇક ચલાવતાં શીખવું.

કેટલાંક મહિલાઓએ બીબીસી સાથેની વાતચીતમાં બાઇક ચલાવતાં શીખવા પાછળનો તેમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.

આ યુવતીઓ અને મહિલાઓ કેવી રીતે તાલીમ મેળવે છે અને કયા-કયા તબક્કા હોય છે, જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન