એ વિચિત્ર બીમારી જેમાં મહિલાના શરીરથી વાળ ખરી ગયા, હિંમત હાર્યા વિના બન્યાં અન્યો માટે પ્રેરણા
એ વિચિત્ર બીમારી જેમાં મહિલાના શરીરથી વાળ ખરી ગયા, હિંમત હાર્યા વિના બન્યાં અન્યો માટે પ્રેરણા

જીવનમાં નાની નાની મુશ્કેલીઓમાં લોકોનાં હિંમત હારી જવાનાં ઉદાહરણો તમે ઘણાં જોયાં હશે.
પરંતુ જીવનમાં આવતા ભલભલા પડકારો સામે ઝીંક ઝિલનારાં લોકોય આપણી આસપાસ છે.
આવી જ વ્યક્તિ છે કેતકી જાની.
એલોપેસિયા નામની સ્વાસ્થ્યસંબંધી કન્ડિશનને કારણે 40 વર્ષની ઉંમરે તેમના શરીરના તમામ વાળ ખરી ગયેલા.
મહિનાઓ સુધી આઘાત અને દુ:ખનો સામનો કર્યા બાદ તેમણે મૉડલિંગ કરીને લોકોને પ્રેરિત કરવાનો નિર્ધાર કર્યો.