બંગાળની ખાડીમાં ક્યારે સર્જાશે સિસ્ટમ અને ગુજરાતમાં ફરી વરસાદ પડવાનો શરૂ થશે?

બંગાળની ખાડીમાં ક્યારે સર્જાશે સિસ્ટમ અને ગુજરાતમાં ફરી વરસાદ પડવાનો શરૂ થશે?

ગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને આવનારા પાંચ દિવસો સુધી હજી પણ તેમાંથી રાહત મળે તેવી સંભાવના દેખાતી નથી.

ગુજરાતના ઘણા વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યું છે.

બીજી તરફ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 22 મેના રોજ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં એક લૉ-પ્રેશર એરિયા સર્જાશે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાં આગળ વધશે અને તે બાદ તે મજબૂત બનશે.

બંગાળની ખાડીમાં આ સિસ્ટમ પહોંચ્યા બાદ તે ડિપ્રેશનમાં ફેરવાશે. 24 મેના રોજ ડિપ્રેશન બન્યા બાદ પણ આ સિસ્ટમ વધારે તાકતવર બનવાની શક્યતા છે.

આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તે મામલે હવામાન વિભાગે હજી કોઈ માહિતી આપી નથી. આ સિસ્ટમ ઉત્તરપૂર્વ તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.

જુઓ આ વીડિયો