પાણીની સમસ્યાને પહોંચી વળવા 100 કૂવા ગાળનારી વ્યક્તિની કહાણી
પાણીની સમસ્યાને પહોંચી વળવા 100 કૂવા ગાળનારી વ્યક્તિની કહાણી
"સવારે ચાર અને સાંજ ચાર વખત એમ દિવસમાં કુલ આઠ વખત મોટાં વાસણો લઈ પાણી લેવા નદીએ જવું પડતું. આજે અમને જે ખુશી મળી છે તેના માટે આ વ્યક્તિના આભારી છીએ, નક્કી તે સ્વર્ગમાં જશે. આનાથી અમને રાહત મળી છે."
સેનેગલના લોકો આ વાત ત્યાંના સામાજિક કાર્યકર્તા જુનિયર દિખાતે માટે કહે છે. જુનિયર દિખાતેએ 100 કૂવા ગાળ્યા છે.
સેનેગલના ઘણાં અંતરિયાળ વિસ્તારોમાં ચોખ્ખા પાણીની અછત છે ત્યારે આ કૂવાઓથી લોકોમાં ઘણો આનંદ છે.
જુનિયરે કૂવાઓ ગાળવાની સાથેસાથે ફંડ પણ ઊઘરાવ્યું હતું. કઈ રીતે તેમણે આ કામ કર્યું?
જુઓ આ વીડિયોમાં...




