જિજ્ઞેશ મેવાણીએ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના કારોબાર વિશે શું કહ્યું?

જિજ્ઞેશ મેવાણીએ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના કારોબાર વિશે શું કહ્યું?

વડાગામની બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી થરાદમાં પોલીસ અધિકારીની કચેરીએ ગયા હતા અને આરોપ લગાવ્યો કે રાજ્યમાં વેચાતા ડ્રગ્સ અને દારુના ધંધામાં પોલીસ તથા રાજકારણીઓની સંડોવણી છે.

જેના કારણે મેવાણી તથા રાજ્ય સરકાર વચ્ચે શાબ્દિકયુદ્ધ શરૂ થયું છે.

ત્યારે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન મેવાણીએ રાજ્યમાં ચાલી રહેલા ડ્રગ્સ અને દારુના ધંધામાં પોલીસ તથા રાજ્ય સરકારના મંત્રીની સંડોવણીની વાત કહી હતી.

સાથે જ તેમણે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સંદર્ભે વાપરેલી ભાષા અંગે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે તેઓ ગુજરાતમાં જ્યાં-જ્યાં જાય છે ત્યાં ડ્રગ્સનો મુદ્દો ઊઠાવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન