આ મહિલા પોલીસની ધરપકડ સિકંદરાબાદ પોલીસે કેમ કરી?

આ મહિલા પોલીસની ધરપકડ સિકંદરાબાદ પોલીસે કેમ કરી?

“મહિલાઓ કંઈક બનવા માટે બહાર નીકળે છે.” તેણે આ વાત એક વખત પોતાના ભાષણમાં કરી હતી. જોકે, તે માટે તેણે ખોટો રસ્તો અપનાવ્યો અને એ રસ્તો તેને જેલ સુધી લઈ ગયો.

માલવિકા જદાલા નામની મહિલાની હૈદરાબાદની સિકંદરાબાદ પોલીસે ધરપકડ કરી લીધી છે.

માલવિકા પોતાને એક પોલીસ અધિકારી હોવાનું જણાવીને એક વર્ષથી વધારે સમયથી લોકોને ઠગી રહી હતી.

માલવિકા નાલગોંડા જિલ્લાની રહેવાસી છે. આખું વર્ષ તે એક પોલીસ ડ્રેસમાં જ રહેતી અને લોકો સાથે પોલીસની જેમ વ્યવહાર કરતી.

આ મહિલા રેલવેમાં ચેકિંગ કરતી હતી. ઉપરાંત સગાં-સંબંધીઓ, ઘરે, મંદિરે અને સમારંભમાં પણ પોલીસનો ડ્રેસ પહેરીને બધાની સામે દેખાડો કરતી હતી.

પરંતુ તે એક વર્ષ સુધી પોલીસની ખાખી વર્દી પહેરીને પોતાને પોલીસ ઑફિસર ગણાવીને ફરતી રહી પરંતુ કોઈએ તેને પકડી કેમ નહીં?