ગુજરાતને 'પાણીદાર' બનાવનારી 'સૌની' યોજના શું છે અને ક્યારે પૂર્ણ થશે?

ગુજરાતને 'પાણીદાર' બનાવનારી 'સૌની' યોજના શું છે અને ક્યારે પૂર્ણ થશે?

ગુજરાતમાં નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટની યાદીમાં સૌરાષ્ટ્રની 'સૌની' યોજનાનો પણ સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑગસ્ટ 2016માં કર્યું હતું. જેમાં જામનગરના લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની વાત હતી.

આવી જ રીતે એપ્રિલ 2017માં આ યોજનાની લિંક -2નું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં બોટાદના લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેવી શક્યતા છે.

આ યોજના અંતર્ગત નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્રના 115 ડૅમમાં લાવવાનું આયોજન છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ જિલ્લા સહિત બીજા સાત જિલ્લાઓનાં 737 ગામડાં અને 11 શહેરોને પાણી મળવાની સંભાવના છે.

આ પ્રોજેક્ટ આશરે 1200 કરોડ રૂપિયાનો છે.

જાણો આ યોજનાને લગતી તમામ માહિતી વિશે...