ઍક્ઝિટ પોલ બાદ ઇસુદાન ગઢવીએ ‘આપ’ને કેટલી બેઠકો મળે છે, તેનો આંકડો કહ્યો

ઍક્ઝિટ પોલ બાદ ઇસુદાન ગઢવીએ ‘આપ’ને કેટલી બેઠકો મળે છે, તેનો આંકડો કહ્યો

નોંધ - બીબીસી ઍક્ઝિટ પોલ સર્વે કરતું નથી અને આ બીબીસી આ સર્વેને સચોટ ગણતું નથી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બે તબક્કાના મતદાન બાદ ઍક્ઝિટ પોલના આવી રહેલાં તારણો પ્રમાણે ભાજપની સરકાર બની શકે છે.

પરંતુ ઍક્ઝિટ પોલનાં તારણોથી વિપરીત 'આપ'ના નેતા ઈસુદાન ગઢવીએ દાવો કર્યો હતો કે સરકાર આમ આદમી પાર્ટીની જ બનશે.

ઇસુદાને કહ્યુ કે અમે 51 કરતા વધુ બેઠકો પહેલા તબક્કામાં જીતી રહ્યા છીએ.

બીજા તબક્કાના આંકડા કાઢવાના હજુ બાકી છે. આદિવાસી વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં પણ સારી એવી બેઠકો મળી રહી છે. અમારી આશા છે કે પૂર્ણ બહુમતથી સરકાર બનશે.

તેમણે એવો પણ દાવો કર્યો કે જામ ખંભાળિયામાં હું જીતી રહ્યો છું અને મોટી સરસાઈથી જીતી રહ્યો છું. વધુમાં ઇસુદાને કયા દાવાઓ કર્યા તે જાણવા જુઓ આ વીડિયો અહેવાલ...

વીડિયો - સાગર પટેલ/જય બ્રહ્મભટ્ટ