આ ગામમાં એવું તે શું થયું કે લોકોએ હડકવાની રસી લેવા લાઇનો લગાવી?
આ ગામમાં એવું તે શું થયું કે લોકોએ હડકવાની રસી લેવા લાઇનો લગાવી?
ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના એક ગામમાં જમણવાર યોજાયો હતો. જ્યાં મહેમાનોને ભેંસના દૂધનું રાયતું પીરસવામાં આવ્યું હતું.
એ પછી લોકોને જાણવા મળ્યું હતું કે એ ભેંસ મરી ગઈ છે. ભેંસનાં મૃત્યુનું કારણ જાણીને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને હૉસ્પિટલે ધસી ગયા હતા.
લગભગ 200 જેટલા લોકોએ લાઇનમાં ઊભા રહીને હડકવાની રસી લીધી હતી.
મુખ્ય આરોગ્ય અધિકારી અને સ્થાનિકો આના વિશે શું કહે છે, જુઓ આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, AMIT KUMAR
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



