ચિક્કાર ભીડવાળી ટ્રેનમાં મુસાફરી કરતી સગર્ભા મહિલાઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?

ચિક્કાર ભીડવાળી ટ્રેનમાં મુસાફરી કરતી સગર્ભા મહિલાઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?

"હું રોજ છેલ્લા 8 મહિનાથી આવી રીતે મુસાફરી કરું છું. આ સ્થિતિમાં આઠ મહિનાના ગર્ભ સાથે આવી ભીડમાં મુસાફરી કરવી એ કોઈ પણ મહિલા માટે મુશ્કેલ છે."

આ શબ્દો 27 વર્ષનાં કાજલ રાજપૂતના છે, જેઓ રોજ મુંબઈની લોકલ ટ્રેનમાં આશરે 51 કિલોમીટર મુસાફરી કરે છે.

તેઓ એક બૅન્કમાં કામ કરે છે અને કલ્યાણમાં તેમનાં ઘરેથી સીએસએમટી ખાતે આવેલી ઑફિસ સુધી જાય છે અને પછી ત્યાંથી પાછાં આવે છે.

કાજલ કહે છે કે, "આ લાંબી અને થકવી નાખનારી મુસાફરીમાં ગર્ભવતી મહિલાઓ માટે એક પણ સીટ અનામત નથી."

તેઓ કહે છે કે, "શરીરમાં દુ:ખાવો, કમરનો દુ"ખાવો, ઉબકા કે ઊલટી; ગર્ભવતી ન હોય તેવી સ્ત્રીઓને પણ ગૂંગળામણ થાય છે; તેથી, ગર્ભવતી સ્ત્રીઓને ગૂંગળામણ થાય એ સ્વાભાવિક છે."

"ક્યારેક બેસવાની જગ્યા ના હોય તો મારે દોઢ કલાક સુધી ઊભા રહેવું પડે છે. ગર્ભાવસ્થાની શરૂઆતના મહિનાઓમાં પેટ દેખાતું નથી."

"તે સામાન્ય રીતે પાંચ કે છ મહિના પછી જ દેખાય છે. તેથી કોઈ તમને બેસવાની તક આપે તેવી અપેક્ષા પણ ના રખાય."

"આવી સ્થિતિમાં, પેટ પર કે ગમે ત્યાં ધક્કો લાગે અથવા કોઈ તમારા પગ પર પગ મુકી દે એ બધું ખૂબ જ સ્વાભાવિક છે," કાજલ કહે છે.

આ ફક્ત કાજલ જ નહીં એ હજારો મહિલાઓની સ્થિતિ છે છે જે રોજ લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે.

મુંબઈમાં, મોટાભાગના લોકો લોકલ ટ્રેનનો ઉપયોગ કરે છે.

ચિક્કાર ભીડવાળી મુંબઈની લોકલ ટ્રેનમાં ગર્ભવતી મહિલાઓ માટે આ મુસાફરી કરવી કેટલી જોખમકારક અને મુશ્કેલીવાળી છે? આ મહિલાઓની શું માંગ છે? જુઓ આ વીડિયો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન