હિંદુ વસ્તી ધરાવતા આ ગામમાં મુસ્લિમ મહિલા કેવી રીતે સરપંચ બન્યાં?

હિંદુ વસ્તી ધરાવતા આ ગામમાં મુસ્લિમ મહિલા કેવી રીતે સરપંચ બન્યાં?

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું ફુલપુરા ગામ હિંદુ બહુમતીવાળી વસતી છે.

ગ્રામજનોએ 37 વર્ષીય શરીફાબહેનને સર્વાનુમતે બિનહરીફ સરપંચ ચૂંટ્યા છે.

લગભગ એક હજાર લોકોની વસ્તી ધરાવતા ગામમાં 656 મતદાર છે, જેમાં મુસ્લિમ સમાજના માત્ર 76 મત છે.

એટલું જ નહીં ગ્રામીણોએ વૉર્ડના સભ્યોના પ્રતિનિધિત્વમાં પણ કોમી એખલાસનો દાખલો બેસાડ્યો છે.

લોકોને આશા છે કે શરીફાબહેનનાં આવવાંથી ગામમાં પાણી અને રસ્તાની સુવિધા વધશે.

શરીફાબહેને ચૂંટાયાં બાદ શું જાહેરાત કરી તથા ગ્રામજનો તેમનાં વિશે શું કહે છે? જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન