અંબાજી : જે ગામમાં આદિવાસી મહિલાનું ઘર તોડી પડાયું તેઓ શું બોલ્યાં?

વીડિયો કૅપ્શન, Ambaji : જે ગામમાં આદિવાસી મહિલાનું ઘર તોડી પડાયું તે મહિલા શું બોલ્યાં?
અંબાજી : જે ગામમાં આદિવાસી મહિલાનું ઘર તોડી પડાયું તેઓ શું બોલ્યાં?

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે પાડલિયા ગામમાં ગત 13 ડિસેમ્બરના રોજ પોલીસકર્મી, વનવિભાગના કર્મચારી, મહેસૂલ ખાતાના કર્મીઓ સાથે ગ્રામજનોનું ઘર્ષણ થયું હતું.

જેમાં કુલ 47 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનો આક્ષેપ કરાયો હતો.

ગ્રામજનોના પક્ષે કહેવાયું હતું કે વનવિભાગ દ્વારા પાડલિયાનાં એક સ્થાનિક વિધવા બહેનનો કૂવો તોડી નખાયો અને તેમનું છાપરું પણ પાડી દેવાયું અને ટોળા પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો, જેણે બાદમાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું.

જ્યારે પોલીસનો આક્ષેપ હતો કે રોપાના વાવેતરની કામગીરી દરમિયાન બંધારણ અને સરકારમાં ન માનનારા એસસી ભારત સંગઠનના લોકોએ કામગીરીમાં અવરોધ પેદા કર્યો હતો. બાદમાં આ લોકોએ 500 લોકોનું ટોળું ભેગું કરીને તેમને ઉશ્કેરીને સરકારી કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.

હવે આ મામલે જ્યારે સામસામા આક્ષેપપ્રત્યાક્ષેપ કરાઈ રહ્યા છે ત્યારે વનવિભાગ દ્વારા જે આદિવાસી મહિલાનું ઘર તોડી પાડ્યાનો દાવો કરાઈ રહ્યો છે, તેમણે પોતાનો પક્ષ મૂક્યો છે.

જાણો, ખરેખર શું બન્યું હતું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાડલિયા, બનાસકાંઠા, અંબાજી
ઇમેજ કૅપ્શન, શકરીબહેન પરમાર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન