નાના બાળકને લઈને ટ્રેકિંગ પર જતાં માતાની કાહણી

વીડિયો કૅપ્શન, આ માતા તેનાં બાળકને ટ્રૅકિંગમાં સાથે કેમ લઈ જાય છે?
નાના બાળકને લઈને ટ્રેકિંગ પર જતાં માતાની કાહણી

ઝુબારિયા જાન એક એવાં માતા છે જેમને પર્વતોમાં ટ્રેકિંગનો શોખ છે.

એવા સમયે જ્યારે નાનાં બાળકોને ઘરની બહાર વધુ ન કાઢવાની સલાહ અપાતી હોય છે ત્યારે ડરને અવગણીને તેઓ તેમના દીકરાને એ થોડાં અઠવાડિયાંનો હતો ત્યારથી જ સાથે લઈને ટ્રેકિંગ કરે છે.

ઝુબારિયા કહે છે કે તે સ્ક્રીન કરતાં મુસાફરી કરવાથી, પ્રકૃતિમાં રહેવાથી અને નવા લોકોને મળવાથી વધુ શીખે છે.

ઝુબારિયા કહે છે કે આના કારણે તેમના પુત્રમાં નીડરતા, કુતૂહલવૃત્તિ અને પ્રકૃતિ સાથે જોડાણ જેવા ગુણો સાથે મોટો થઈ રહ્યો છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, પાકિસ્તાન, મહિલા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન