ગર્ભવતીઓ માટે ચલાવવામાં આવતી હૉસ્ટેલની કહાણી
ગર્ભવતી મહિલાઓ માટે દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશના ગુમલક્ષ્મીપુરમમાં એક હૉસ્ટેલ ચાલે છે.
ઇન્ટીગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ એજન્સીએ પર્વર્થીપુરમ જિલ્લામાં પાંચ વર્ષ પહેલા આ હૉસ્ટેલની શરૂઆત કરાઈ હતી.
ગર્ભવતીઓ ડિલવરીના બે મહિના પહેલાં અહીં આવી જાય છે. જેથી યોગ્ય સારવાર અને દરકાર મળી શકે.
આંધ્ર પ્રદેશના ગુમલક્ષ્મીપુરમમાં પહેલીવાર શરૂ કરવામાં આવેલા આ હૉસ્ટેલની સરાહના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરી છે. જોકે, અહીં કામ કરતાં કેટલાક મહિલાઓને મહિનાઓથી વેતન ન મળ્યું હોવાની ફરિયાદ તેઓ કરી રહ્યાં છે.
બીબીસીએ જ્યારે પગારની ચૂકવણી નહીં કરવા બાબતે આઈટીડીએના પ્રોજેકટ ઑફિસરને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે સીએમએફએસથી બિલ ઑનલાઈન મોકલાવતા હોવાથી તેને પ્રોસેસ કરવામાં બે થી ત્રણ મહિનાનો સમય લાગે છે તેથી થોડું મોડી ચૂકવણી થાય છે પણ પગાર નહીં મળે એવી કોઈ સમસ્યા નથી.
આઈટીડીએ આંધ્ર પ્રદેશના અન્ય અંતરિયાળ અને સુવિધાઓથી વંચિત વિસ્તારોમાં ગર્ભવતી મહિલાઓ માટે આ પ્રકારની હૉસ્ટેલ શરૂ કરવા ઈચ્છે છે.
હૉસ્ટેલમાં મળતી સુવિધાઓ વિશે ગર્ભવતી મહિલાઓ શું કહી રહી છે તે જુઓ આ વીડિયો અહેવાલમાં.






