‘અમે પાણી વિના તરફડીએ છીએ’ ભાવનગરની આ મહિલાઓએ ગુસ્સે થઈ શું કહ્યું?
‘અમે પાણી વિના તરફડીએ છીએ’ ભાવનગરની આ મહિલાઓએ ગુસ્સે થઈ શું કહ્યું?
ભાવનગર જિલ્લાના ભાલ પંથકની મહિલાઓ લાંબા સમયથી પાણીની સમસ્યા વેઠી રહી છે.
કાળઝાળ ગરમી વચ્ચે મહિલાઓને પાણી ભરવા માટે દૂર સુધી જવું પડે છે.
ભાલ પંથકનાં ગામડાઓમાં પાણીની લાઈનો તો છે પરંતુ પાણી નથી, જેના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ ભાલ પંથકની મુલાકાત લીધી હતી. જુઓ તેમનો અહેવાલ...




